જીવનસાથી.... - 4

(20)
  • 4.1k
  • 1.9k

રેખાને આઠમો મહિનો પૂરો થવા આવ્યો છે. નવમા મહિનાની છાંયા ચાલું છે ત્યાં જ એક દિવસ બપોરે કોઈ અજાણ્યો માણસ રેખાના ઘરને શોધતો શોધતો આવે છે અને કહે છે કે મોહનનું એક મોટા અકસ્માતમાં મોત થયું છે. રેખા માથે આભ ફાટી પડ્યું. એ કઈ રીતે એની જાતને સંભાળી શકે. એના હાલ સાવ બેહાલ થયા હતા. એ સાવ જડ બની ગઈ. સપના સાકાર થવાના દિવસો આવ્યા ત્યાં જ કુદરતની થપાટે એક માળો પીંખી નાખ્યો. કેટકેટલા સપના સાથે વિતાવેલા દિવસ અને રાત એક પળમાં જ તૂટી ગયા. ફરી એકવાર રેખા એકલી પડી ગઈ. એકબાજુ ગર્ભાવસ્થા અને બીજી બાજુ જીંદગીની