રુદ્ર નંદિની - 12

(28)
  • 5.3k
  • 1
  • 1.6k

પ્રકરણ-12 વિરેને ફોન ખિસ્સામાંથી કાઢીને ઈશિતા નો નંબર સેવ કર્યો. એને આજે ઈશિતાનુ બિહેવિયર વિચિત્ર લાગ્યું. વીર પોતાનું ઘર આવ્યું ત્યાં સુધી ઈશિતા ના આ વિચિત્ર બિહેવિયર પાછળનું કાારણ શોધવા મથતો રહ્યો... રુદ્ર હોય ત્યાં સુધી મારી સાથે ફક્ત કામ થી કામ રાખવાવાળી ઈશિતા, આમ અચાનક મને..... અરેે એનો નંબર પણ સામેથી આપ્યો... શું વાત છે વીર....? એમ વિચારતો વિચારતો અને કંઈક ખુશ થતો વિરેેન ઘરે પહોંચ્યો. સાંજે જમીને વિરેન રુદ્ર ને ફોન કરવા માટે બહાર આવ્યો. અને આમ તેમ ટહેલતા ટહેલતા એણે રુદ્રને ફોન લગાવ્યો