જીંગાના જલસા - ભાગ 18

  • 2.3k
  • 1k

પ્રકરણ 18 આગળ આપણે લાલ કિલ્લો તથા કુતુબ મિનાર વિશે જોયું હવે આગળ..... કુતુબમિનારથી રાષ્ટ્રપતિ ભવન લગભગ અગિયારથી બાર કિલોમીટર જેટલું દૂર થાય છે. અમે વીસથી પચ્ચીસ મિનિટની મુસાફરી બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવન ઈટલીના રોમ સ્થિત ક્યુરનાલા પેલેસ પછી દુનિયાનું બીજું મોટું નિવાસસ્થાન છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ તે કોઈ રાષ્ટ્રના વડાનું સૌથી મોટું નિવાસસ્થાન છે. રાષ્ટ્રપતિ ભવન લગભગ ત્રણસો વીસ એકરમાં ફેલાયેલ છે, જેમાં ત્રણસો ચાલીસની આસપાસ ઓરડાઓ છે. મુખ્ય ભવનનું બાંધકામ લગભગ પાંચ એકર જેટલા વિસ્તારમાં છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનનો પ્રખ્યાત મોગલ ગાર્ડન પંદર એકર જેટલો વિસ્તાર આવરી લે છે. જેમાં એકસો પંચાવનથી વધુ પ્રકારના ગુલાબ, પચાસથી