ઉમરનો ઉન્માદ

(14)
  • 4.7k
  • 1
  • 1.3k

? તા. ૧૮/૫/૨૦૨૦.સોમવાર.? ✒? લેખક :- ભરત રબારી (માંગરોળ,જી. જુનાગઢ)?શીર્ષક :- ઉમરનો ઉન્માદ ?મારી આ ટૂંકી વાર્તા વાંચી યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી. જાનવી ના મોબાઇલ ની રીંગટોન રણકી અને જાનવી મોબાઈલ તરફ દોડી એ જાણતી હતી કદાચ કોનો મેસેજ હશે. તે ફટાફટ પોતાનો મોબાઇલ લઇ અને એકલતા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ અને મેસેજ જોવા લાગી. જોયું તો એના ધાર્યા મુજબ જ વિનય નો મેસેજ હતો. "જાનવી, તું હવે વધુ પડતી છૂટછાટ લેતી હોય એવું લાગે છે. મને લાગે છે તારા મનમાં મારા પ્રત્યે થોડી વધારે પડતી લાગણીઓ ઉત્પન્ન થઇ છે. તું જાણે છે હું વિવાહિત છું અને તારાથી ઉંમરમાં