આહવાન - 14

(57)
  • 4.9k
  • 3
  • 1.9k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૪ ડૉ.કચ્છી જાણે વિકાસની અર્થને ઇન્જેક્શન આપ્યાં પછીની સ્થિતિની વાત સાંભળીને ગભરાઈ ગયાં. એમને થયું કે આજે પહેલીવાર એનાથી કંઈ મોટી ભૂલ થઈ ગઈ કે શું ?? હંમેશાં લોકો માટે પ્રશંસક બનતાં , ખિલખિલાટ કરીને બચ્ચાઓને ઘરે મોકલતાં એમનાથી આવી ભૂલ થઈ ગઈ ?? એ થોડીવાર કશું બોલ્યાં નહીં..અને પણ એવો વ્યક્તિ સામે છે કે જે દર્દીનો પિતા અને આનો સ્પેશિયાલિસ્ટ છે‌... શું કરવું એમને સમજાયું નહીં. વિકાસે કહ્યું ચિંતા ન કરો. આપણે આપણાં ભણતર અને અનુભવ પ્રમાણે બધું કરતાં હોઈએ છીએ. આપણે પણ કંઈ ભગવાન નથી. મેં મારાં અનુભવ પરથી