ડબલ વડલો

(40)
  • 8.6k
  • 1.3k

વાર્તા- ડબલ વડલો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા નાનુભાઇ ને અચાનક કંઇક કામ યાદ આવી ગયું એટલે ઘરે કહી દીધું કે હું રામપુરા ગામે જઇને બે કલાકમાં પાછો આવું છું.ખીંટી ઉપરથી બાઈકની ચાવી લીધી અને બાઇકને કીક મારી.ઝરમર વરસાદ ચાલુ હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું.સૂર્યાસ્ત થઇ ગયો હતો અમાવાસ્યા ની સંધ્યા હતી અને ધીરેધીરે અંધારૂં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યું હતું.વરસાદના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા હતા એટલે નાનુભાઇ બાઇક ધીમેધીમે ચલાવી રહ્યા હતા. બાઇકની હેડલાઇટ થોડી ડીમ હતી એટલે અંધારામાં બરાબર દેખાતું નહોતું પણ ગામડાં ના રોડ ઉપર ખાસ ટ્રાફિક નહોતો એટલે