સોંદર્ય-મેવ-જયતે

  • 3.4k
  • 960

દૂર સુદૂર નિરખાતો ચંદ્ર ! કેટલો રળિયામળો ! એમાંય શરદ ની પુર્ણિમા અને પુર્ણિમા ની ચાંદની અને ચાંદની ની શીતળતા. અતિ આહલાદક ! ! અગણિત કાવ્યો નું પ્રેરણા સ્ત્રોત ! અસંખ્ય વિચારો ની જનમોત્રિ ! હ્રદયના સ્પંદનો ને વેગીલું કરનાર ટોનિક ! એ દૂર છે ને એટ્લે જ કદાચ. આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર જઈને જોયું અને કહ્યું; ભઇલા મારા ! ચંદ્રમાં એટ્લે ધૂળ, ઢેફા અને પત્થર ના ઢગલા. બીજું કઈ જ નહીં. નહીં હવા, નહીં વાતાવરણ, નહીં પાણી, નહીં જીવન્તતા, નહીં જીવન. ચંદ્ર પર થી જોતાં એને પૃથ્વી વધુ સુંદર લાગી હશે. અહો આશ્ચર્યમ ! ! વિચાર થાય કે પૃથ્વી એટલી સુંદર હશે. હશે નહિ, એ તો