અકસ્માત – દિવ્યેશ ત્રિવેદી

  • 2.1k
  • 1
  • 696

ભારતીએ આજે ગુરુવાર કર્યો હતો. સવારથી કંઈ જ ખાધું નહોતું. એથી જ કકડીને ભૂખ લાગી હતી. એણે સવારે જ વિહારીને આજે વહેલા આવી જવા આગ્રહ કર્યો હતો. વિહારીએ રાબેતા મુજબ હા કહી હતી. પરંતુ ભારતીને જાણે ઊંડે ઊંડે એવી ખાતરી હતી કે આજે ય વિહારી એના નિયમ મુજબ મોડું જ કરશે. એણે દીવાલ પરની ઘડિયાળમાં જોયું નવ વાગવાને પાંચ મિનિટની વાર હતી. એ મનમાં ને મનમાં ગુસ્સે પણ થતી હતી. વિહારીની આ કાયમની આદત છે. જ્યારે ને ત્યારે પોતાનાં કામ પડતાં મૂકીને એ લોકોની સેવા કરવા નીકળી પડે છે. ભારતીની નજરમાં વિહારીનો આ સૌથી મોટો અવગુણ હતો.