દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-3: ભૂતકાળનાં સંસ્મરણો

  • 3k
  • 1.1k

ભાગ-3: ભૂતકાળનાં સંસ્મરણો કાવ્યા દેવને ઉતારીને હોટેલ ગ્રાન્ડ ભગવતી પહોંચી. પોતાની કાર પાર્ક કરીને તે કેફેમાં બૂક કરેલા ટેબલ પર જઈને બેઠી. બેઠા બેઠા તે પોતાનું લેપટોપ ટેબલ પર મૂકીને પોતાનું પ્રેઝન્ટેશન જોવા લાગી. એટલામાં સૂટ બુટમાં તૈયાર બે આશરે પચાસ વર્ષના માણસો તેના ટેબલ આગળ આવે છે. ઉંમર પચાસ વર્ષ હશે, પણ તેમની ચાલવાની ઢબ, ડ્રેસિંગ સેન્સ અને એટીટ્યુડ આજકાલના યંગસ્ટર્સને પણ શરમાવી દે તેવો હતો. એમની ચાલમાં એક રુઆબ દેખાતો હતો. "હાય, યુ મસ્ટ બી કાવ્યા, રાઈટ? આઈ એમ રઘુવીર રાઠોડ." "યસ, યસ. હેલો." કાવ્યાએ આવકારતા કહ્યું. "મીટ મિસ્ટર રાજદીપ રાઠોડ." રઘુવીરે બીજા માણસનું ઇન્ટ્રોડક્શન આપ્યું. "અમે તમારા