અમાસનો અંધકાર - 9

  • 4.3k
  • 1.6k

આપણે આગળ જોયું કે શ્યામલી અને વીરસંગ એની માતાને મળવા જાય છે. શ્યામલી ત્યાંનો માહોલ જોઈ એકદમ વિચારે ચડે છે. વીરસંગ પણ શ્યામલી પર કોઈ નકારાત્મક અસર ન પહોંચે એટલે સાથે જ રહે છે..હવે આગળ... શ્યામલીનો પગ એ દરવાજામાં પડે છે કે શુભ શુકન થતા હોય એમ આભ થોડીવાર અમીછાંટણા કરે છે. રૂકમણીબાઈ તો એની પુત્રવધુને જોતા હરખઘેલી થાય છે. શું કરવું કે શું ન કરવું એ વિચારે એનું મન ચગડોળે ચડયું છે. ત્યાંના વડીલ એવા રળિયાત બા પણ વીરસંગ અને શ્યામલીના ઓવારણા લે છે. ખુબ સુખી થાવ એવા આશિર્વચનથી શ્યામલીને બેસાડે છે. શ્યામલીના મુખની આભા ચંદ્રમાને ઝાંખી પાડે