વસાવાએ વાત પૂરી કરી એટલે રિષભે અભયને પૂછ્યુ “બોલ અભય તુ શું સમાચાર લાવ્યો છે?” આ સાંભળી અભયે કહ્યું “સર, હુ દર્શનની પત્નીને મળ્યો હતો. તેણે મને જણાવ્યુ છે કે આ રુપીયા વિશે તે કંઇ જાણતી નથી.” આ સાંભળી રિષભ વિચારીને બોલ્યો “ઓકે, તો આપણો શક સાચો છે. આ પૈસા જ નવ્યા, નિખિલ અને શ્રેયાના ખાતામાં ટ્રાન્સફર થયા છે.” ત્યારબાદ રિષભે હેમલ તરફ જોઇ પૂછ્યું “હા હવે તુ શું જાણી લાવ્યો છે?” “સર, મારો શક સાચો હતો. બંને સ્લીપ પર જુદી જુદી વ્યક્તિના અક્ષર હોય એવુ લાગે છે.” એમ કહી હેમલે તે સ્લીપની ઝેરોક્ષ રિષભને આપી. આ ઝેરોક્ષને ધ્યાનથી જોઇને