યોગ-વિયોગ - 65

(382)
  • 21.2k
  • 15
  • 11.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૫ સૂર્યકાંતની ફ્લાઇટ ન્યૂયોર્ક છોડીને મુંબઈની દિશામાં ઊડી ત્યારે એમને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે માણસ આખરે તો જન્મભૂમિ તરફ પાછો ફરતો હોય છે. કઈ શોધમાં ક્યાંથી શરૂ કરેલો પ્રવાસ ફરી ત્યાં જ પૂરો થઈ રહ્યો હતો... જે વસુંધરાને છોડીને નીકળ્યા હતા સૂર્યકાંત, પ્રેમની, કારર્કિદીની, સંપત્તિની અને કદાચ સ્વની ખોજમાં- એ જ સૂર્યકાંત બધું જ મેળવ્યા પછી ફરી એક વાર વસુંધરા તરફ પાછા ફરી રહ્યા હતા ! ‘‘શું આ જ હશે પ્રવાસ ? જ્યાંથી નીકળો ત્યાં જ પાછા પહોંચવાનો? તો નીકળવાનું જ શું કામ ?’’ સૂર્યકાંતના ચહેરા પર સ્મિત આવી ગયું,