વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-2

(72)
  • 5.2k
  • 5
  • 3k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-2 ચારે મિત્રોની ટોળકી એમ.એસ.યુનીવર્સીટી આર્ટ કોલેજની હોસ્ટલની કેન્ટીનમાં આવ્યાં. ત્યાં કબીર એ કહ્યું બાઇક તમે લોકોએ ખોટી જગ્યાએ પાર્ક કરી છે અહીં મૂકી દો. મસ્કીએ કહ્યું સુરેખ લાવ ચાવી હું મૂકી દઊં છું એમ કહી એણે બાઇક કબીરની બાઇક સાથે મૂકી દીધી પછી બોલ્યો ? બસ શાંતિ ? સુરેખ અને અભિજીત કેન્ટીનમાં પહેલાં પ્રવેશ્યા પાછળ કબીર અને મસ્કી... અંદર પ્રવેશતાં માહોલ મસ્ત હતો બધાનો ગણગણાટ સાથે ધીમુ મ્યુઝીક વાગી રહેલુ બે ટેબલ છોડી બાકીનાં ટેબલ પર બધાં બેઠેલાં હતાં. છોકરીઓનાં ગ્રુપ પણ હતાં બધાં ગરમાગરમ નાસ્તો અને સોફ્ટડ્રિંક પી રહેલાં ચારે જણાંની નજર બધે ફરી રહી હતી સુરેખે