કિસ્મત કનેક્શન - પ્રકરણ 1

  • 4.4k
  • 1
  • 1.6k

"હેય મે'મ!, કેમ રડો છો? ઇઝ એવરીથિંગ ઓલરાઇટ?" મારી બાજુમાં એક 20-22 વર્ષની છોકરી બેઠી હતી, એ છેલ્લી 15 મિનિટથી રડ્યા કરતી હતી. અંતે મારાથી ન રહેવાતા મેં પૂછ્યું. હું અને એ બંને લગભગ લાલ દરવાજાથી જ બેઠા હતા. અને અમારે વસ્ત્રાલ જવાનું હતું. હું આમ તો બારી પાસે બેઠી હોઉં એટલે બીજું કંઈ જ આજુબાજુ જોવાનું સુઝે નહિ, પણ ખબર નહિ એ દિવસે સૂઝ્યું. માત્ર સૂઝ્યું જ નહીં મેં એ છોકરીને એના રડવાનું કારણ પણ પૂછી લીધું, એણે મને કંઈ ન કીધું. બસ રડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી મેં એને મારી પાણીની બોટલ આપી, પાણી પીવા માટે