રાજકારણની રાણી - ૨૧

(64)
  • 6.3k
  • 5
  • 3.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ રતિલાલનું નામ મોબાઇલના સ્ક્રીન પર ફરતું જોઇ જનાર્દનને અંદાજ આવી ગયો હતો કે તેમણે મારી મદદ માટે જ ફોન કર્યો હશે. જનાર્દનનો અંદાજ સાચો જ હતો. રતિલાલે હાલચાલ પૂછવાનું સૌજન્ય બતાવી પોતાની ચાલ છતી કરતાં હોય પૂછ્યું:"જનાર્દન, મારી સાથે જોડાવા બાબતે શું વિચાર છે?"જનાર્દનના હાલ એવા હતા કે તે સાથ આપવા બાબતે હા કે ના કહી શકે એમ ન હતો. તેણે બહુ સંભાળીને કહ્યું:"રતિલાલજી, હું તો પક્ષ સાથે જોડાયેલો જ છું...""જનાર્દન, તું પાકો રાજકારણી થઇ ગયો છે. પક્ષ સાથે તો આપણે બધાં જ જોડાયેલા છે. પણ એકબીજાના હાથમાં હાથ રાખી સાથે ચાલીશું તો