" હાલ શામજી ! ઘરે જાવી, ભીખુ તુંય હાલ. " " પણ બાપુ, હજુ તો ચારના ટકોરા પડ્યા થોડી વાર થઈ અતારે ગામમાં આવીને શું કરવાનું ? હું અયાં જ થોડા જાળા કાઢું સુ. હાંજે વ્યાળું ટાણે આવીશ. તમે, માં'રાજ અને ભીખુભા જાવ. " " હાલને ભઈ, ઘરે સાહ બનાવશું. આમેય બીજું કામેય ખેતરે ચાં સે. " હમીરભા મહામુસીબતે દુઃખ દબાવતા ખુશ થવાનો દેખાવ કરીને શામજીને ઘેર આવવા મનાવી રહ્યા હતા. ભીખુભાને મનમાં વહેમ પડી ગયો હતો કે કઈંક અજુગતું બન્યું છે પણ અત્યારે પૂછવું એમને વાજબી ના લાગ્યું. બસ ખાલી ભોળો શામજી આવી કોઈ વાત સમજી નહોતો શકતો.