લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 43

(26)
  • 4.1k
  • 2
  • 1.7k

બીજે દિવસે સ્નેહા ઓફીસ પહોંચી ગઈ તેનો ઘણો સમય થઈ ગયો હતો પણ નિરાલી હજું ઓફિસ નહોતી આવી. સ્નેહાએ તેને ફોન કરવાની ઘણી કોશિશ કરી પણ તે એકપણ કોલ ઉઠાવી નહોતી રહી. તેનું મન વધુ આકુળ વ્યાકુળ થઈ રહયું હતું. તેને સમજાતું ના હતું કે શું થઈ રહયું છે. થોડીવાર એમ જ ઈતજાર કર્યો પછી તેને નિરાલીના ઘરે ફોન કર્યો. નિરાલી ઘરે જ છે એ જાણીને તેના મનને શાંતિ થઈ. કેટલા દિવસની આ બધી માથાકૂટ પછી તેને તેની જિંદગી આઝાદ કરી તે તેના પપ્પાના ઘરે આવી ગઈ હતી. સ્નેહા ઓફિસમાંથી હાફ