અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 5

(25)
  • 3.5k
  • 2
  • 1.7k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૫ સવારે રાજુ કોલેજે અને સુજાતા તેની શાળાએ જતી રહી. જતી વખતે બંનેએ પોતાનો પ્લાન યાદ કરી લીધો. બપોરે ઘરે મળવાનું કહીને છૂટાં પડ્યાં. રાત્રે કલ્પેશભાઈ અને કમલાબેનની સાંભળેલી વાતોથી સુજાતાનું તો આજે ભણવામાં ધ્યાન જ નહોતું લાગતું. સુજાતાને આજે રાત્રે શું થાશે? તેનાં પપ્પા સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળશે કે નહીં? એજ વિચારો આવી રહ્યાં હતાં. માંડ કરીને સુજાતાએ બપોર સુધી ભણવામાં ધ્યાન લગાવ્યું. જેવો બપોરનો સમય થયો, સુજાતા ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને પણ સુજાતાને ક્યાંય ચેન નહોતું પડતું. રાજુને પણ આજે કોલેજેથી આવવામાં મોડું થયું હતું. આથી સુજાતા વધુ પરેશાન થઈ રહી