યોગ-વિયોગ - 64

(400)
  • 20.5k
  • 17
  • 12.2k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૪ બોસ્ટનથી ન્યૂયોર્કના ડ્રાઇવ દરમિયાન નીરવ ક્યારનોય લક્ષ્મી જોડે વાત કરી રહ્યો હતો. બોસ્ટનથી નીકળતી વખતે નીરવનું મન સહેજ ઉદ્વેગમાં હતું. રિયા સાથે જે કંઈ થયું એ પછી તરત ન્યૂયોર્ક આવવા માટે નીકળી જવું એને પોતાને જ સહેજ ખૂંચ્યું હતું,પણ લક્ષ્મીને જોવા, મળવા અને વહાલ કરવા માટે તરફડતો એનો જીવ એક ઘડી પણ રહી શકે એમ નહોતો. સાંજ ઢળી ગઈ હતી. નીરવની કાર વીજળીની ઝડપે જઈ રહી હતી. હેન્ડ્‌સ ફ્રી પહેરેલો નીરવ લક્ષ્મી સાથે મીઠી મીઠી વાતો કરતો ન્યૂયોર્કની દિશામાં આગળ વધતો હતો. ‘‘હું કલ્પી નથી શકતો કે કોઈને મળવા માટે, કોઈ