એક કોશિશ

(15)
  • 4.6k
  • 1.1k

લેખક : - મનીષ ચુડાસમા “સ્નેહનું પવિત્ર ઝરણું” ‘તું ફ્રી હોય તો ગાર્ડનમાં આવને, થોડી અગત્યની વાત કરવી છે.’ નિલેષે ફોનમાં મને કહ્યું. હું અને નિલેષ બંને જીગરજાન મિત્રો. એકબીજાનાં સુખ દુ:ખનાં સાથી. અમારા બંનેમાંથી કોઈને સગો ભાઈ નહિ એટલે એકબીજાને ભાઈ જ માનીએ અને સગા ભાઈની જેમ જ રહીએ. દિવસમાં એકવાર તો મળવાનું જ, કાં તો એ મારા ઘરે આવે અથવા હું એનાં ઘરે જાવ. ‘શું વાત છે ? ફોનમાં જ બોલને અથવા ઓફિસે આવ.’ મે કહ્યું. ‘ફોનમાં વાત નથી થાય એમ અને ઓફિસે બધા હશે એટલે તું જ ગાર્ડનમાં આવ