ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-10 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન ચાઈનાની સૌથી વધુ પ્રખ્યાત ટુ વ્હીલર બનાવતી કંપની કિવાયની ડર્ટ બાઈક પર સવાર થઈને એક વ્યક્તિ ચેન્ગશિંગ આઈલેન્ડના પોર્ટ યાર્ડ પર આવેલી એક ત્રણ માળની ઈમારત તરફ આગળ વધી રહી હતી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગોંગ હતી, અર્જુન અને નાયકની નુવાન યાંગ લી સાથે મુલાકત ફિક્સ કરવા હેતુ ગોંગ સવાર પડતા જ યાંગત્ઝી નદી જ્યાં પીળા સમુદ્રને મળતી હતી એ સ્થાને આવેલા, શાંઘાઈની સાથે-સાથે ચીનનાં સૌથી વધુ ધબકતા સી-પોર્ટમાંનાં એક એવા ચેન્ગશિંગ પોર્ટ પર આવી પહોંચ્યો હતો. નુવાન યાંગ લી અહીં એક ઓફિસ ધરાવતો હતો જેનું નામ હતું લી ફિશિંગ સપ્લાયર,