બાળપણનો ઉપકાર

(11)
  • 4k
  • 1
  • 972

અમારા મહોલ્લામાં રામી સાફ-સફાઈ કરવા આવે રોજને માટે. જેવી એ ચોખ્ખી એવું એનું કામ ચોખ્ખું. લાંબો ચોટલો અને વાદળી સાડીને કપાળે મોટો ચાંદલો. કાજળભરી આંખે એ એક એક નજર અને કચરાનો સફાયો બોલાવતી હોય રોજ. કમરે ટીંગાડેલ મોબાઈલમાં કાયમ એક જ ગીત વાગતું હોય.. ' વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...' ' પરદુ:ખે ઉપકાર કરી તોય મન અભિમાન ન આણે રે...' આ ગાયન સાથે થતું એનું કામકાજ વાતાવરણને ગાંધીમય બનાવી દેતું. બધાને એનું કામ ગમતું પણ ફરિયાદ તો કરવી જ હોય એના મીઠાં અને દેશી શબ્દ સાંભળવા. એ 'મીઠી બોલીએ એમ જ કહેતી તમે