ઘડપણની એકલતા

(11)
  • 5.6k
  • 1.9k

રાજુકાકા અને રેખાકાકી - ઉંમરનાં આખરી પડાવ પર હતાં. રાજુકાકા નિવૃત્ત સરકારી કર્મચારી. બન્ને પતિ પત્ની એકબીજાની ખૂબ કાળજી રાખે. શરીરે બન્ને સશક્ત એટલે ખાસ કોઈ તકલીફ પડતી ન હતી. ઘરનાં અન્ય કામો કરવા માટે તો કામવાળી રાખી હતી, પરંતુ ખાવાનું તો રેખાકાકી જાતે જ બનાવતા. એમને ખબર હતી કે કાકાને શું પસંદ છે. દરરોજ સવારે ચા સાથે ગરમ ગરમ નાસ્તો, પછી સવારનું જમવાનું, સાંજે ચા સાથે નાસ્તો કરીને થોડી વાર સોસાયટીના બાગમાં બેસવાનું. પછી ઘરે આવવાનું, થોડી વાર ટીવી જોવાનું અને સુઈ જવાનું. સાંજે જમવાનું બન્ને જણાને ફાવતું ન હતું. આ જોઈને કોઈને પણ એમ જ લાગે