રોગ એને ભરખી ગયો!

  • 5.2k
  • 1.1k

સ્વર્ગ! સ્વર્ગનો તે માનીતો ગંધર્વ હતો.સ્વર્ગમાં સહુ કોઈનો તે પ્રિય હતો. તેનાં સંગીતથી સ્વર્ગ ચારેકળાએ ખીલતું.અપ્સરાઓ ઝૂમવા લાગતી અને પંખીઓ કલરવ કરીને જાણે તેનાં સંગીતમાં સુર પુરાવી રહ્યા હોય.દિવસે સૂરજ અને રાત્રે ચાંદ પણ તેની કલાકારીથી જલન અનુભવ કરતાં! ગંધર્વ એક દિવસ ધરતી પર આવી પહોંચ્યો.ગંધર્વ સાથે સ્વર્ગની ત્રણ અપ્સરાઓ પણ હતી.ગંધર્વ અને અપ્સરાઓ ધરતી પરના સ્વર્ગ કાશ્મીર(ભારતખંડનો એક પ્રદેશ)નાં કોઈ પહાડ પરના નાના ગામ આગળ આવી પહોંચ્યા.