પ્રેમદિવાની - ૧૩

(20)
  • 3.7k
  • 1.4k

જાણે મારી માંગેલ દુવા આજે કબુલ થઈ હતી,દોસ્ત! હૈયું ઝંખતું હતું જે ક્ષણ એ પ્રત્યક્ષ હતી.પ્રથમ અમનની સંગાથે સાંજની આરતીના ૧૦ મિનિટ પહેલા ગાયત્રી મંદિર પહોંચી ગયો હતો. પ્રથમ મનમાં વિચારતો હતો કે, મેં કઈ ખોટું તો નહીં કર્યું ને અમન અને મીરાંને અહીં બોલાવીને? મેં એક મિત્રતા નિભાવી... મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો માઁ! અમન માતાજીની સામે નજર રાખી પ્રાર્થના કરી રહ્યો હતો કે, 'મારી મનમાં જન્મેલી લાગણીમાં શું ખોટ છે જે મને મીરાંથી દૂર રાખો છો? મારા મનમાં જે પ્રેમ તમે જન્માવ્યો એ મારા નસીબમાં જ નહોતો તો કેમ આવી લાગણી તમે મારા મનમાં ઉતપન્ન કરી?