અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 4

(23)
  • 3.8k
  • 3
  • 1.8k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૪ બીજાં દિવસે સવારે કલ્પેશભાઈ ઓફિસે જવા નીકળતા હતાં, ત્યારે જ રાજુએ આવીને કલ્પેશભાઈને કહ્યું, "અંકલ આજે મારે પણ તમારી સાથે ઓફિસે આવવું છે, મને કોલેજમાંથી બિઝનેસ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળ્યો છે, તો તે અંગે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. "હાં બેટા, ચાલને. આમ પણ મારાં પછી તો તમારે છોકરાંવે જ આ બિઝનેસ સંભાળવાનો છે, તો અત્યારે જ શીખી લો. એથી મોટી વાત મારાં માટે શું હોય?" કલ્પેશભાઈએ કહ્યું. રાજુ કલ્પેશભાઈ સાથે ચાલતો થયો, ત્યાં જ સુજાતા આવી. સુજાતા હજું કાંઈ બોલે, એ પહેલાં કલ્પેશભાઈએ જ કહ્યું, "બેટા, તું પણ અમારી સાથે આવ. આમ પણ આજે રવિવાર