પડછાયો - ૨૨

(45)
  • 4k
  • 1
  • 1.6k

રોકીની આત્માને મુક્તિ મળી ગઈ છે એ જાણી કાવ્યા ખુબ જ ખુશ હતી. સોમવારનો આખો દિવસ ખુશીમાં પસાર થઈ ગયો. સાંજે પાંચેક વાગ્યે તે બગીચામાં રાખેલ હીંચકા પર બેસીને ચા પી રહી હતી અને સાથોસાથ મોબાઇલ પર ટાઇમપાસ કરી રહી હતી ત્યાં અચાનક પાછળની ઝાડીઓમાં કંઈક સળવળાટ થયો. કાવ્યા એ પાછળ ફરીને જોયું તો ત્યાં કંઈ નહોતું. તેની થોડી વાર પછી જાણીતો અને ભયાનક અવાજ આવ્યો, "કાવ્યા...." કાવ્યાના રુવાડા ઉભા થઇ ગયા. તેણે મનમાં કંઇ કેટલીય કલ્પનાઓ કરી લીધી કે પડછાયો પાછો આવી ગયો અને પાછો આવી ગયો તો પોતે તો વિધિ કરી હતી એમાં કોને મૂક્તિ અપાવી અને પડછાયો પાછો