ફક્ત તું ..! ધવલ લીંબાણી ૩ સાંજ નો સમય છે.મંદ મંદ પવન લહેરાય છે.પંખીઓ પોતાના માળામાં પરત ફરી રહયા છે.નીલ આજે પોતાના ઘરે આવ્યો છે, રૂમમાં બેસી પોતાનું કામ કરી રહ્યો છે. એટલી વારમાં નીલના મમ્મી નીલને જમવા માટે નીચે બોલાવે છે. નીલ જમવા ચાલ.નીલના મમ્મીએ કહ્યું. હા મમ્મી બસ આવું જ છું. નીલ જમીને એમના રૂમમાં જાય છે. ફરી પાછો પોતાના કામમાં લાગી જાય છે.થોડીવારમાં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે.ખૂબ ઝડપથી પવન ફેંકવા લાગે છે.ત્યારે એ જ સમયે નીલને અવનીની યાદ આવે છે. અવની આવા વાતાવરણમાં ઠીક હશે કે નહિ એ જાણવા માટે એ પોતાનો મોબાઈલ