સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : સફરનો વિસામો બધાં તૈયાર થયાં. એક એક કરીને પેલી નીકમાં ઊતર્યાં. નીકળ્યાં તળાવને કાંઠે. બધાંએ તળાવમાં ભૂસકા માર્યા. સૌને તરતાં આવડે છે. રૂપા અને સોના પણ તરવામાં હોશિયાર છે. તરીને સામે કાંઠે નીકળી ગયાં. પેલા સ્મશાન પાસે ગયાં. પછી પેલી ઝાડી તરફ ચાલ્યાં, જ્યાં ઘોડા બાંધ્યા છે. શ્મશાન જોતાં વીરસેન હસી પડ્યો. રૂપા કહે, ‘ભાઈ, કેમ હસ્યા ?’ વીરસેને વાત કરી. પોતે કેવી રીતે ઇરાનના હકીમનો સ્વાંગ સજ્યો અને કેવી રીતે શ્યામસિંહને ઉલ્લુ બનાવ્યો એની વાત કરી. એનું હકીમ તરીકેનું લાંબુંલચ નામ ઝકમન કબૂડીબાબા સાંભળીને સૌ હસી પડ્યાં. શ્યામસિંહ કદી પણ એ