વાર્તા- વરઘોડો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 જાન ની લકઝરી બસ ગામમાં પ્રવેશી એટલે પાદરે રમતાં છોકરાં દોડતાં લગ્નના માંડવે જઇને વધામણી આપી આવ્યાં.લકઝરી બસ જાનીવાસ આગળ પહોંચી.કન્યાના પિતાજી સુમતિભાઇ એમના આખા કુટુંબ સહિત વેવાઇને આવકારવા આવી ગયા હતા.વેવાઇઓ અને વેવાણ ગળે મળ્યા.જાનૈયાઓ પણ મહેમાનો સાથે હળીમળી ગયા.વિઠ્ઠલ ઢોલી મન ડોલી જાય એવો ઢોલ વગાડી રહ્યો હતો.કન્યાપક્ષની જે મહિલાઓ આવી હતી એ સહુ વરરાજા રજનીકુમારને જોવા આતુર હતી.સૌથી છેલ્લે શેરવાની અને માથે ગુલાબી રંગનો સાફો પહેરેલા વરરાજા લકઝરીમાં થી ઉતર્યા ત્યારે ત્યાં હાજર સહુની આંખો પહોળી થઇ ગઇ.વાર્તાઓમાં આવતા રાજકુમાર જેવું રૂપ હતું.તન્વી ના ભાગ્યની ઇર્ષા આવે એવો વરરાજા હતો.મહેમાનોને