"અલ્યા એ ડફોળ! ચ્યો ગુડાઇ જ્યો?" હાથ મહોતાથી લૂછતાં લૂછતાં ગોળ ચશ્માંની અંદરની ઘુરતી આંખો ઝીણી કરીને કરસનકાકા એ હાક પાડી. અવાજ સાંભળી હાફડો ફફાડો બની ગયેલો એવો મનુ સફાળો આવી ચડ્યો જાણે કોઈ આફત ના આવી ચડી હોય! એને મન કરસનકાકા આફતથી ક્યાં ઓછા હતા. "હા કાકા"- એ ટુંકમાં બોલ્યો અને આગળ કઈ બોલે એ પહેલાં તો ગોળ ગફોલા માંથી કાકા ફરી તડુક્યા, " તારા ડોહા એ ચ્યારનો ઓર્ડર કર્યો હ ન તન કશી ગતાગમ નહિ?" રસોડાનો દરવાજો બંધ કરી ને બહાર બેઠેલા ગ્રાહકોને સંભળાય નહીં તેનું ધ્યાન રાખવાની