અંગત ડાયરી - વિચારબીજ

  • 5k
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : વિચારબીજ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર એક વાચક બિરાદરે કદર કરતા કહ્યું ‘તમારી લેખન શૈલીમાં રહેલી સરળતા અમને ખૂબ ગમે છે. સાદી સીધી વાત કરતાં કરતાં સાવ અચાનક જ આવી પડતું બહુ મોટી માર્મિક ટકોરવાળું વાક્ય અમને બહુ મીઠી ચોટ કરી જાય છે. બહુ મજા આવે છે અંગત ડાયરી વાંચવાની’. એક વાચક મિત્રે મજાકમાં કહ્યું ‘તને આ નવા નવા વિચારો આવે છે ક્યાંથી?’ અને હું વિચારમાં પડી ગયો. અંગત ડાયરી, ઓલ ઇઝ વેલ સ્ટોરી બુક અને સાપસીડી નવલકથાના જે ઘટાદાર વિચાર વૃક્ષો મારા આંગણામાં ખીલ્યા છે એની પાછળનું વિચારબીજ