ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 9

(137)
  • 5.1k
  • 7
  • 3.3k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-9 રાવલપિંડી, પાકિસ્તાન "તો આપણે બલવિંદર જ્યાં રહેતો હતો ત્યાં જઈશું એ વાત નક્કી રહી." નગમાએ દિલાવરને ઉદ્દેશીને કહ્યું. "હા, હવે જો હજારો-લાખો નિર્દોષ લોકોની જીંદગી બચી શકતી હોય તો આ જોખમ ઉઠાવવું જ રહ્યું." દિલાવરે કહ્યું. "આવતીકાલે રાતે દસ વાગે જિન્નાહ ગાર્ડનનાં પાછલા દરવાજે આવીને ઊભા રહેજો. હું તમારાં મિશન માટે જરૂરી હથિયાર તથા અન્ય વસ્તુઓ સાથે ત્યાં દસ થી સવા દસ વચ્ચે આવી જઈશ." "સારું તો પછી અમે અત્યારે અહીંથી નીકળીએ." માધવે કહ્યું. "હા, તમે જઈ શકો છો." દિલાવરે કહ્યું. "પણ, હવેથી તમારું ધ્યાન રાખતા હતાં એનાથી વધુ રાખજો, કેમકે તમે બલવિંદરની મોત બાદ જે