વેધ ભરમ - 20

(176)
  • 10.6k
  • 5
  • 5.9k

રિષભ અને વસાવા જ્યારે સ્ટેશન પર પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો એટલે રિષભે બધા માટે ટીફિન મંગાવવાનુ કહ્યુ પણ, સ્ટાફમાં બધા ટીફીન લઇને જ આવતા હતા. માત્ર હેમલ રિષભની જેમ ટીફીન લીધા વિના આવતો હતો. એટલે રિષભે બે જણનુ ટીફીન મંગાવ્યુ. રિષભ અને હેમલ ટીફીન ખાવાની શરુઆત કરતા હતા ત્યારે રિષભે અભય અને વસાવાને પણ તેની સાથે બેસવા કહ્યું. વસાવા તો જમવા સાથે બેસી ગયા પણ અભય ન આવ્યો. આ જોઇ રિષભે પુછ્યુ “અભય કેમ ના આવ્યો?” આ સાંભળી હેમલ અને વસાવા બંને હસી પડ્યા. રિષભને નવાઇ લાગી એટલે હેમલે ખુલાસો કરતા કહ્યું “સર, આ અભય એક નંબરનો