અધૂરા સપના - 2

(11)
  • 2.8k
  • 1.1k

નીખીલે એમને કહ્યું કે મમ્મી હું અહિયાં આવ્યો ત્યારે ૧૮ વર્ષ ની ઉમર હતી. હું અહિયાં આવ્યો ત્યારે અમે ૫-૬ છોકરાઓ સાથે સાથે મકાન લઇને રહેતા હતા. બહારની દુનિયાનો મને કોઈ અનુભવ ન હતો પરતું મારી સાથે એક ઇટાલિયન છોકરો હતો જે બાળપણ થી જ હોસ્ટેલમાં રહેતો હોવાથી એ મને સતત સપોર્ટ કરતો રહેતો. એનું નામ વિલિયમ છે. ત્રણ વર્ષ અમે લોકો સાથે રહ્યા એના પછી એ બીજી યુનિવર્સીટીમાં ભણવા ગયો. એ જ્યારે અહીંથી ગયો એના પછી હું સતત એને યાદ કર્યા કરતો. એ મારી સાથે નથી એવું વિચારીને જ મને ટેન્શન થઇ જતું. જેમ