મધુરજની - 3

(80)
  • 6.5k
  • 3
  • 4.7k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૩ એકાએક સુમંતભાઈને મેધ યાદ આવી ગયો. મૂંઝવણમાંથી અચાનક બહાર આવી ગયા. મન ઠપકો દેવા લાગ્યું. ‘અરે, તને મેધ જ યાદ ન આવ્યો? સાવ નજીકનો માણસ...’ આ તો સરોવરને કાંઠે તરસ સાચવીને બેસી રહેવા જેવું થયું. ચાલો... એક શોધ પૂરી થઈ. સુમંતભાઈએ નિરાંતનો શ્વાસ લીધો હતો. શરીરની વિચિત્ર ગતિવિધિઓ તો ચાલુ જ હતી, પણ મન હળવાશ અનુભવવા લાગ્યું. મેધ ક્યાં પરાયો હતો? છેલ્લા છ માસનો પરિચય હતો. અરે, એથી પણ વિશેષ. માનસી પણ તેને સારી રીતે જાણતી હતી. તે જ દરેક સાંજે કોફી બનાવીને તેને આપતી હતી. અને એ છોકરો પણ કેવો? અંગ્રેજી પર તેનું