યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૨ અલયે પાછળ પડેલી ખુરશીને ઉશ્કેરાટ અને આક્રોશમાં લાત મારી. ખુરશી ઊછળીને પડી. મોટો અવાજ થયો. અલયે શ્રેયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘સુહાગરાતે તારો લોહાણો વર તને અડકે એ પહેલાં તારી આ ઈંચે ઈંચ ચામડી ઉપરથી મારી ફિંગર પ્રિન્ટ લૂછાવી નાખજે... ’’ અલય નાના બાળકની જેમ જેમ રડું રડું થઈ રહ્યો. એના હોઠ થરથરી રહ્યા હતા. નાકનાં ફણાં ફૂલી ગયાં હતાં, ‘‘મને એમ હતું કે મારી કારકિદર્ીના આ ભયજનક વળાંક ઉપર તું મારો હાથ પકડીને મને થોડો વધારે આગળ લઈ જઈશ... પણ મને લાગે છે કે આ વળાંકે તું કોઈ પણ રીતે