ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-24

(120)
  • 6.1k
  • 9
  • 3.8k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-24 નીલાંગનાં પ્રમોશનથી નીલાંગી ખૂબજ ખુશ હતી બંન્ને પ્રેમી હૈયા બાબુલનાથ દાદાનાં દર્શન કરીને બહાર નીકળ્યા અને નીલાંગે કહ્યું" પહેલાં તારાં ઘરે તારી આઇની પરમીશન લઇ તને તૈયાર કરીને મારાં ઘરે મારી આઇને આ ખુશીનાં સમાચાર આપીને ફાઇવસ્ટારમાં ઐયાશી કરવા જઇશું. નીલાંગી નીલાંગની આંખોનો ભાવ જોવા લાગી અને એ આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું "જો આજે હું જે નક્કી કરું એમજ કરવાનુ છે કોઇ ચર્ચા કે આરગ્યુ નથી કરવાનાં. નીલાંગીની આંખો હસી ઉઠી, હોઠ મલકાયા. પછી બોલી તું તો આજે રાજાપાટમાં છે કંઇ નહીં બોલું નહીં આરગ્યુ કરું આજે મારો નીલુ જે કહેશે એ કરવા હું તૈયારજ છું.