લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 41

(20)
  • 3.7k
  • 1
  • 1.7k

સાંજના પાંચ વાગ્યે ઓફિસેથી બહાર નિકળી ઉધના ચાર રસ્તા પર આવેલ નાસ્તા સેન્ટરમાં નિરાલી અને સ્નેહા નાસ્તાની સાથે વાતો કરી રહી હતી. નિરાલી આટલા દિવસથી જે ચાલી રહયું છે તે બધી જ વાત સ્નેહાને વિગતવાર જણાવાની કોશિશ કરી રહી હતી. તેના ખામોશ ચહેરો કોઈ ઊંડા ધાવ વાગ્યો હોય તેવું બતાવી રહયો હતો. "હું ને નિતેશ તે રાતે મુવી જોઈ ઘરે આવી રહયા હતા ત્યારે રસ્તામાં જ અમને તેની એક જુની ફેન્ડ મળી. અમે તેની સાથે બેસી થોડીવાર વાતો કરી પછી હું ને નિતેશ ત્યાથી ઊભા થવા જ્ઈ રહયા હતા ત્યાં જ તેમને નિતેશના હાથમાં કંઈ આપ્યું ને