સુંદરી - પ્રકરણ ૩૫

(85)
  • 5.4k
  • 5
  • 3.3k

પાંત્રીસ “કઈ વાતનો?” વરુણ અને સોનલબા બંને એકસાથે જ બોલી પડ્યા. આ જોઇને સુંદરી પણ સ્મિત કરી બેઠી, વરુણે માંડ પોતાના પર કાબુ કર્યો. “એ જ કે મને અને તમને જોડતી એવી તે કઈ કડી છે જેને કારણે એ વ્યક્તિ આપણા બંનેનો પીછો કરે છે? તમે આપણી કોલેજમાં એડમિશન લીધું એ પહેલાં આપણે એકબીજાને જાણતા તો શું પરંતુ મળ્યાં પણ નથી, તો પછી આ વ્યક્તિ...” સુંદરીએ એનું મનોમંથન જાહેર કર્યું. “એક્ઝેક્ટલી મારી પણ આ જ ગૂંચવણ છે. તે દિવસે મોલમાં મેં તમને જોયાં અને દોડીને હું તમારી પાસે આવી ગઈ હતી એ પછી જ્યારે તમે અરુણા મેડમને કહ્યું કે