ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-23 નીલાંગે કાંબલે સર સાથે બધી વાતચીત કરી. કાંબલે સર રાનડેનાં ગયાં પછી થોડાં સીરીયસ થઇ ગયાં. એણે કહ્યું નીલાંગ તને શરૂઆતમાંજ ગઝબની સફળતા મળી ગઇ છે હું અને રાનડે સર ખૂબજ ખુશ છીએ કદાચ મીડીયાની દુનિયામાં તું પહેલો પત્રકાર હોઇશ જેને આટલી ઝડપથી સફળતા મળી છે. "પણ નીલાંગ હવેજ સાવચેતી રાખવાની છે તારે અમે તને પ્રમોટ કરી રહ્યાં છીએ તું આ ખબર કેવી રીતે લાવ્યો એ કોઇ સાથે શેર ના કરીશ. અમુકવાર મોટાં માથા શોધીને પછી બદલો વાળે છે આ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળો અનુપ અને અમોલ બંન્ને પહોંચેલી માયા છે. બીજું એમનાં ચરિત્ર તને ખબર પડશેજ પણ સાવચેત