ખબર નથી ક્યાં છું અને ક્યાં જઈ રહી છું, સમયનાં વહેંણ સાથે વહી રહી છું.......... સમય નો વહેંણ એકસરખો જ ચાલે છે, પણ જીવનનાં ઉતાર ચઢાવ નાં વહેંણમાં સમયનો વહેંણ પાર કરવો ક્યારેક મુશ્કેલ થઈ જાય છે, સમયને સાચવી લો વ્હાલા, જિંદગી નું વહેંણ પણ સ્થિર રહેશે, પણ જો ખુબજ ઉતાર ચઢાવ આવે તો મનુષ્ય તો બુધ્ધિશાળી પ્રાણી છે, પોતાની આવડત થી વહેંણ બદલીને પોતાની મંજિલ પાર કરી શકે છે,એના માટે જોઈએ એને વહેણમાં તરવાનું ઝનૂન, માર્ગમાં કંઇક આવે અડચણો, તરીને પાર કરવો જ રહ્યો જીવનનો સમંદર, જો સમયનાં વહેણમાં તરતાં આવડી ગયું જિંદગી રૂપી નાવ સડસડાટ ગતિમાં વહ્યા કરે