અમાસનો અંધકાર - 6

(11)
  • 3.9k
  • 1
  • 1.6k

શ્યામલીની વાત વીરસંગ એની માતાને કરે છે. માતા પણ ખુશ થાય છે હવે આગળ.... વહેલી સવારે પુજાની સામગ્રીઓ, ભોજનના પ્રબંધો અને મહેમાનોને આપવામાં આવતા ઉતારાની દેખરેખ માટે જુવાનસંગ પોતે નિહાળવા નીકળે છે. બધી બાજુ જુવાનસંગના જયકાર સંભળાય છે. એ મૂંછાળો મનમાં મલકાય છે. પણ એક વાત હૈયે ખટકે છે જે વીરસંગના કરેલા સાહસની...જે જુવાનસંગની સામે જ સીધો શ્યામલીનો પ્રસ્તાવ મુકયો છે એ.. જુવાનસંગ બધું વિચારતો વિચારતો આગળ વધે છે કે એક બુઝુર્ગ જુવાનસંગની સામે વટથી ઊભો રહે છે ને એ બુઢીયો જુવાનસંગને પડકારે છે કે 'હું એક સાક્ષી છું તારી કાળી કરતૂતોનો.. ક્યાં સુધી આમ ચાલશે ???જા, તને પણ