અધૂરા સપના - 1

  • 3k
  • 1
  • 1.3k

હવે કેટલા વાગ્યા સુધી બહાર જોયા કરશો. ઘરમાં આવી જાવો ઠંડી ભરાઈ જશે. કિશ્નાબેને દુખી અવાજે કહ્યું. આ સાભળીને પ્રવીણભાઈ થી રીતસર રડાઈ ગયું. પુરુષ આ રીતે રડે એવું સામાન્ય રીતે બનતું નથી. પરતું લગ્નનાં ૩૫ વર્ષ પછી પણ જો પુરુષ પત્ની સામે રડી ન શકે તો લગ્ન જીવન કામિયાબ ન કહેવાય. ૩૫ વર્ષ એ લાબું સમયગાળો કહેવાય અને બે વ્યક્તિ જ્યારે ૩૫ વર્ષ સાથે રહ્યા હોય તો જીવનની બધી પરિસ્થિતિઓ નો સામનો કરી લીધેલ હોય છે. અને એટલે જ આજે કિશ્નાબેન સામે રડતા પ્રવીણભાઈ ને રડવાનું કોઈ અફસોસ ન હતો. અફસોસ તો હતો કે આજે તેમના બાળકોને