સચિન દુબે વહેલી સવારે પાંચ વાગે ઉઠી જતો. મુંબઈની લાઈફ સ્ટાઈલ જ એવી હતી. અને એ તો પાછો ભૂલેશ્વર ના એક માળામાં રહેતો. સવારના દરેક નિત્યક્રમમાં લાઈન લાગતી. એ તો સારું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં નાહવા ધોવાની સગવડ હતી. નળ પણ રૂમમાં લઇ લીધો હતો એટલે એ બાબતની થોડી શાંતિ હતી. માળાની દસ બાય દસની ઓરડીમાં સચિનની જિંદગી સમેટાઇ હતી. બસ એ જ નિત્યક્રમ. સવારે પાંચ વાગ્યે ઊઠી જવું રાત્રે બાર વાગ્યે સૂઈ જવું. પોતે એકલો જ હતો એટલે રસોઈ પણ એણે જાતે જ બનાવવી પડતી. બટેટા અને ડુંગળી એ કાયમ ઘરમાં જ રાખતો. કપડાં વાસણ વગેરે કામકાજ