લખોટી

  • 6.2k
  • 1.3k

વેરાયેલી લખોટીઓ એવી લાગી રહી હતી જાણે પથ્થરની ભાત ભૂમિ પર પથરાઈ ગઈ! આજુબાજુ એનો રણકાર એવો ગુંજી રહ્યો જાણે સ્પંદનને ધ્રુજારીનાં સૂર વ્યક્ત કર્યા! બાળપણના સાથી સાથે આજે એવો તે ભેટો થઈ ગયો જેની કલ્પના સુદ્ધાં નહોતી. અવિનાશે આજે કંઇક એવું મહેસુસ કર્યું જેનું એના જીવનમાં સ્થાન ક્યાંય દૂર દૂર સુધી ડોકાતું નહોતું, સફળતાની કેડીમાં એ એવો તો રચી ગયો હતો કે જીવન શું છે એની કલ્પના પણ એના માટે એક સપનું હતું. બસ આખો દિવસ મશીનની જેમ એના લેપટોપ અને મોબાઈલમાં એની જિંદગી સમેટાઈ ગઈ હતી. અવિનાશ એટલે