માંહ્યલો - 4

  • 2.5k
  • 1.1k

માંહ્યલો એપિસોડ-૪ સમય અને પાણીને વહેતાં ક્યાં સમય લાગે છે. ૬ મહિનાનાં વ્હાણા વીતી ગયા. ડૉ.મધુમાલા થોડાં દિવસ દાર્જીલિંગ શાલીગ્રામ પાસે રહેવા આવ્યા. મીઠડી શૈલીથી મધુમાલા પ્રભાવિત થયા. શરૂઆતમાં થોડાં દિવસ તો એમને એવું કંઈ સ્પાર્ક થયું નહિં પણ પછી એમની અનુભવી આંખથી કંઈ છૂપું રહ્યું નહિં. એમણે શાલીગ્રામનો રીતસરની ઉઘડો લઈ નાખ્યો ત્યારે શાલીગ્રામે શૈલી ક્રિશ્ચિયન સાથેની પોતાની રીલેશનશીપ સ્વીકારી. મધુમાલાનાં પગ તળેથી ધરતી ધસી ગઈ. વિનંતી કરતાં શાલીગ્રામને કહ્યું ‘બેટા! શાલુ ! જરા વિચાર. હું નિ:સ્પૃહીને શું જવાબ આપીશ?! હું ઉપર જઈ આમ્રપાલી, આલોક અને દિવ્યાંગને કયું મોં બતાવીશ? આ ત્રણેયની જવાબદારી પણ મારે જ નિભાવવાની છે દીકરા!