યોગ-વિયોગ - 61

(376)
  • 22.8k
  • 16
  • 12.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૧ પથ્થરની બેઠક ઉપર બેસીને શૂન્યમાં જોઈ રહેલી વૈભવી અને ઓફિસમાં બેસીને ટેબલ ઉપર મૂકેલા કાગળમાં આડાઅવળા લીટા દોરતા અભયની મનઃસ્થિતિ લગભગ સરખી હતી. અહીં વસુમા વૈભવીને અને ત્યાં પ્રિયા અભયને જોઈ રહ્યાં હતાં. બંને સમજતાં હતાં કે આ સ્થિતિમાંથી પસાર થયા વિના જિંદગી સાથે સમજૂતી કરવી લગભગ અશક્ય છે. પ્રિયા કેબિન વચ્ચેના કાચમાંથી અભયને જોઈ રહી હતી. એના ચહેરા પર સતત બદલાતા હાવભાવ પ્રિયાથી છાના નહોતા. જોકે અભયને આવી મનઃસ્થિતિમાં પ્રિયાએ ઘણી વાર જોયો હતો. ઘણી વાર વૈભવી સાથે ઝઘડીને અહીં આવ્યા પછી અભય ઘરે જવાનું ટાળતો. સ્ટાફ ચાલી જાય પછી