પહેલા ભાગમાં આપણે તો જોયું કે અમારી દોસ્તી વચ્ચે એક નવું પાત્ર આવ્યું અને અમે બંને બસ જીતવાની હરીફાઈમાં લાગી ગયા. પણ મને ક્યા ખબર હતી. આ હરીફાઈમાં જીતી ને પણ મને હાર જ મળવાની. બસ ખાલી મન માં એક જ વાત કે મેહુલ સાથેની ચેલેન્જ જીતવી કેવી રીતે. બસ મે તો આ જીવન નુ લક્ષ બનાવી લીધું..અને એ છોકરી ના ગામ માં મારા મિત્રો હતા. થોડી એના વિશે જાણકારી તો એમની પાસે થી મળી ગઈ. તેનુ નામ પાયલ. કોલેજ જવા માટે બસ આવે એટલે પેલા એ જોવા નુ કે એમાં પાયલ છે ?