આપણે આગળનાં ભાગમાં જોયું કે, રોહનને સૌમ્યા વિશે કંઈક માહિતી મળે છે...! રોહનને આ માહિતી કેવી રીતે મળી હશે...??!! રોહન મેઘાને આ માહિતી કઈ રીતે જણાવશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘા બીજા દિવસે સવારે વિશાલનાં ઑફિસ ગયાં બાદ રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા કહે છે, "અરે...ક્યાં મળવાનું છે?...તું મને લોકેશન મોકલી દે ." રોહને "હા" કહીને ફૉન મૂકી દીધો. થોડી વારમાં મેઘાને "Cafe Coffee Day"નું લોકેશન રોહને મોકલી દીધું.